wheather forecast: વરસાદને લઈને મોસમ વિભાગ અને અંબાલાલની લેટેસ્ટ આગાહી શું છે? આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?

wheather forecast: હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવતઅનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. હાલમાં ગુજરાત વર્ષામાં તરબોળ છે ત્યારે મોસમ વિભાગ અને અંબાલાલની આગાહી શું કહે છે, જાણો

અંબાલાલની આગાહી શું કહે છે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. 15થી 17 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે . 17થી 24 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગષ્ટમાં વરસાદી ઘટ પૂરી થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે.

જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

મોસમ વિભાગ શું કહે છે? મધુવન ડેમના દરવાજા ખોલાયા!

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદને લઈ આ આગાહી કરી છે.રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે મધુબન ડેમમાં નવા નીર આવ્યા છે. મધુબન ડેમમાં નવા નીર આવતાની સાથે 8 દરવાજા 1.3 મીટર ખોલવાની ફરજ પડી છે. ડેમમાં 54 હજાર ક્યુસેક પાણીની આવક અને 39,900 ક્યુસેક પાણીની જાવક થઈ છે. ડેમમાંથી પાણી છોડતા જ નદી બે કાંઠે જોવા મળી છે. જેના પગલે સ્થાનિકો અને પ્રવાસીઓને દમણગંગા નદીના કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગઈકાલે પણ મધુબન ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે મધુબન ડેમના ચાર દરવાજા 0.5 મીટર ખોલવામાં આવ્યા હતા. મધુબન ડેમમાં 14,216 ક્યુસેક પાણીની આવકથી 7288 ક્યુસેક પાણી છોડાયું હતુ. ડેમમાંથી પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :- યુકો બેંક ભરતી 2024: 544 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 16 જુલાઈ 2024

Leave a Comment