વહાલી દીકરી યોજના : હેલ્લો મિત્રો, આજે અમે એક યોજના વિશે વાત કરીએ છીએ તે યોજનાનું નામ વહાલી દીકરી યોજના છે, વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, વહાલી દીકરી યોજનાનો લાભ કોને મળી શકે, વહાલી દીકરી યોજના માટે પાત્રતા ધોરણ શું છે, વહાલી દીકરી યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, વહાલી દીકરી યોજનામાં કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, વહાલી દીકરી યોજનામાં કેવી રીતે ઓફલાઈન ફોર્મ ભરવું, વહાલી દીકરી યોજના હેઠળ કેટલી મળવા પાત્ર સહાય, વહાલી દીકરી યોજનામાં કોણ અરજી ફોર્મ ભરી શકે, મિત્રો આ વહાલી દીકરી યોજનાની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં બતાવવાનું પ્રયત્ન કરીશું અને મિત્રો તમને અમારી માહિતી ઉપયોગી થતી હોય તો તમારા મિત્રોને,સગા-સંબંધીઓ શેર કરવા વિનંતી, આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ News Gujarati વેબસાઈટની દરરોજ મુલાકાત લેવા વિનંતી.
વહાલી દીકરી યોજનાનો લાભ
ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના હેઠળ પાત્ર લાભાર્થીને આપવામાં આવતા લાભ,જ્યારે છોકરી ધોરણ 1 માં પ્રવેશ લે છે ત્યારે તેને રકમ રૂપિયા 4,000/- આપવામાં આવશે, જ્યારે દીકરી ધોરણ 9મા પ્રવેશ લે છે ત્યારે રૂપિયા 6,000/- આપવામાં આવશે, જ્યારે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવી રહી હોય અથવા લગ્ન કરી રહી છે ત્યારે રૂપિયા 1,00,000/- આપવામાં આવશે, આમ દીકરીને કુલ રૂપિયા 1,10,000 આપવામાં આવે છે.
વહાલી દીકરી યોજના માટે પાત્રતા ધોરણ
વહાલી દીકરી યોજના હેઠળ પાત્રતાના ધોરણ નક્કી કરવામાં આવ્યા છે અને જો તમે આ યોજનાના તમામ પાત્રતા ધોરણને પૂર્ણ કરો છો, તો જ તમે આ યોજનામાંથી લાભ મેળવી શકો છો. આ યોજનાના પાત્રતા ધોરણ નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે:
- લાભાર્થી ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
- છોકરીનો જન્મ 02-08-2019 પછી થવો જોઈએ.
- લાભાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા 2,00,000/- થી ઓછી હોવી જોઈએ.
- કુટુંબ દીઠ માત્ર બે છોકરીઓ અરજી કરવા પાત્ર છે.
વહાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો
આ યોજના એક સરકારી યોજના છે અને લાભ મેળવવા માટે, તમારે તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો અરજી સાથે સબમિટ કરવા પડશે, તે પછી જ તમારી અરજી ફોર્મ પાસ થશે. આ યોજના હેઠળ અરજી કરવા માટે આ દસ્તાવેજ જરૂરી છે:
- અરજી ફોર્મ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- એફિડેવિટ
વહાલી દીકરી યોજના ફોર્મ કેવી રીતે ભરવું ?
વહાલી દીકરી યોજના ફોર્મ ભરવા માટે નીચે મુજબ દર્શાવવામાં આવેલ સ્ટેપ અનુસરો:
સ્ટેપ 1: ગુજરાત વહાલી દીકરી યોજના માટે અરજી કરવા માટે તમારે અરજી ફોર્મ ભરવું પડશે.
સ્ટેપ 2: ગુજરાત વહાલી દીકરી યોજના અરજી ફોર્મ ગ્રામ પંચાયત કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર પર ઉપલબ્ધ છે.
સ્ટેપ 3: વહાલી દિકરી યોજના અરજી ફોર્મ યોગ્ય રીતે ભરો અને તેની સાથે જરૂરી તમામ દસ્તાવેજો જોડો.
સ્ટેપ 4: જ્યાંથી ફોર્મ એકત્ર કરવામાં આવ્યું હતું તે જ ઓફિસમાં દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 5: અરજીપત્રક અને દસ્તાવેજોની મહિલા અને બાળ વિકાસ વિભાગના સંબંધિત અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
સ્ટેપ 6: ત્યારબાદ અધિકારીઓ દ્વારા પસંદ કરાયેલા લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે.
સ્ટેપ 7: પસંદ કરેલ લાભાર્થીને પાત્રતા કે અયોગ્યતા વિશે SMS દ્વારા જાણ કરવામાં આવશે.
સ્ટેપ 8: ડિપાર્ટમેન્ટ ઓફિસ દ્વારા તેમની અરજીને અંતે મંજૂર કરવામાં આવ્યા પછી પાત્ર લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય મળશે.
મહત્વપૂર્ણ લિંક
વહાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
2 thoughts on “Vahali Dikri Yojana: વહાલી દીકરી યોજના હેઠળ ગુજરાતની દરેક દીકરીઓને 1 લાખ 10 હજારની સહાય મળશે, ફોર્મ ભરો”