Tabela Loan Yojana: તબેલા લોન યોજના અંતર્ગત પશુપાલકોને તબેલા બનાવવા માટે રૂપિયા 4,00,000 ની સહાય, અહીંથી ફોર્મ ભરો

તબેલા લોન યોજના:  હેલ્લો મિત્રો, આજે અમે એક યોજના વિશે વાત કરીએ છીએ તે યોજનાનું નામ તબેલા લોન યોજના છે, તબેલા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તબેલા લોન યોજનાનો લાભ કોને મળી શકે, તબેલા લોન યોજના માટે પાત્રતા ધોરણ શું છે, તબેલા લોન યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તબેલા લોન યોજનામાં કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, તબેલા લોન યોજનામાં કેવી રીતે ઓફલાઈન ફોર્મ ભરવું, તબેલા લોન યોજના હેઠળ કેટલી મળવા પાત્ર સહાય, તબેલા લોન યોજના માં કોણ અરજી ફોર્મ ભરી શકે, મિત્રો આ તબેલા લોન યોજનાની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં બતાવવાનું પ્રયત્ન કરીશું અને મિત્રો તમને અમારી માહિતી ઉપયોગી થતી હોય તો તમારા મિત્રોને,સગા-સંબંધીઓ શેર કરવા વિનંતી, આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ News Gujarati વેબસાઈટની દરરોજ મુલાકાત લેવા વિનંતી.

તબેલા લોન યોજના માટે પાત્રતા ધોરણ

તબેલા લોન યોજના હેઠળ યુવાનો માટે પાત્રતાના ધોરણ નક્કી કરવામાં આવ્યા છે અને જો તમે આ યોજનાના તમામ પાત્રતા ધોરણને પૂર્ણ કરો છો, તો જ તમે આ તબેલા લોન યોજનામાંથી લોન મેળવી શકો છો. તબેલા લોન યોજનાના પાત્રતા માપદંડ નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે:

  • સૌપ્રથમ તો લાભ લેનાર વ્યક્તિ ગુજરાત ના નાગરિક હોવું જરૂરી છે.
  • લોન માટે અરજદાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ૫૫ વર્ષ હોવી જરૂરી છે.
  • અરજદાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે એ અંગેનું દાખલો અથવા પુરાવો રજૂ કરવો અતિ આવશ્યક છે.
  • અરજદાર વ્યક્તિ પાસે ઓછામાં ઓછો બે થી ત્રણ દુધાળા પશુ હોવા જરૂરી છે.
  • અરજદાર વ્યક્તિને પશુપાલનનું જ્ઞાન હોવું અથવા પશુપાલન કરતા હોય તેમની પસંદગી કરવામાં આવશે.
  • અરજદારને પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ ન હોવી જોઈએ આ આવક મર્યાદા એક ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા અરજદાર માટે લાગુ પડે છે.
  • શહેરમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1.5 લાખ થી વધુ ન હોવી જરૂરી છે.
  • લાભાર્થીની પોતાનું આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે.

તબેલા લોન યોજના માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજો

તબેલા લોન યોજના એક સરકારી યોજના છે અને લોન મેળવવા માટે, તમારે તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો અરજી સાથે સબમિટ કરવા પડશે, તે પછી જ તમારી લોન પાસ થશે. તબેલા લોન યોજના હેઠળ લોન માટે અરજી કરવા માટે આ દસ્તાવેજ જરૂરી છે:

  1. અરજદારનો આધાર કાર્ડની નકલ
  2. અરજદારનો આદિજાતિ છે તે માટે પુરવાર કરતો પ્રમાણપત્ર જેવો કે સમાજ કલ્યાણ અધિક્ષક નો દાખલો
  3. અરજદારનો જાતિનો દાખલો
  4. 7/12 ના ઉતારા
  5. અરજદારની બેંક પાસબુક ની નકલ
  6. અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

તબેલા લોન યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

તબેલા લોન યોજના માટે અરજી કરવા માટે તમારે નીચે મુજબ દર્શાવવામાં આવેલ સ્ટેપ અનુસરો:

સ્ટેપ 1: તબેલા લોન મેળવવા ઓનલાઇન પ્રક્રિયા કરવા માટે પ્રથમ તો તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્ટેપ 2: સત્તાવાર વેબસાઈટમાં ગયા પછી Apply For Loan નામનું બટન હશે તેના પર ક્લિક કરો

સ્ટેપ 3: હવે તમને એક નવું પેજ જોવા મળશે તેમાં ગુજરાત ટ્રિબલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો

સ્ટેપ 4: હવે Tabela Loan Apply પર ક્લિક કરો જો તમે પ્રથમ વાર આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરતા હોય તો

સ્ટેપ 5: પછી તમારે Sign Up પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 6: હવે તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરી Sign Up બટન પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 7: એકવાર રજીસ્ટ્રેશન કર્યા પછી તમને LOGIN બટન દેખાશે તેના પર ક્લિક કરો જેમાં તમારે તમારી લોગીન આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે

સ્ટેપ 8: હવે તમારે લોગીન થયા પછી માય એપ્લિકેશન નામનું ઓપ્શન દેખાશે તેના પર ઉપર Apply NOW ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 9: Apply ના બટન ઉપર ક્લિક કર્યા બાદ બધી યોજનાઓ ઓનલાઈન જોવા મળશે તો તમારે તબલા લોન યોજના પર ક્લિક કરી Self-Employment નામના બટન પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 10: હવે આ લોન ને લગતી તમને કેટલીક શરતો દેખાશે તે વાંચી Apply ઉપર ક્લિક કરો

સ્ટેપ 11: હવે તમને માય એપ્લિકેશન નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન ની અંદર માગેલી માહિતી અને જમીનદાર ની વિગતો ભરો

સ્ટેપ 12: બધી વિગતો ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

સ્ટેપ 13: ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફરીથી તમારું એકવાર એપ્લિકેશન ચેક કરો અને છેલ્લે Confirm કરેલી અરજી પર સેવ કરો

સ્ટેપ 14: એપ્લિકેશન સેવ કર્યા બાદ તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે જે પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની રહેશે

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment