કોચિંગ સહાય યોજના : હેલ્લો મિત્રો, આજે અમે એક યોજના વિશે વાત કરીએ છીએ તે યોજનાનું નામ કોચિંગ સહાય યોજના છે, કોચિંગ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, કોચિંગ સહાય યોજનાનો લાભ કોને મળી શકે, કોચિંગ સહાય યોજના માટે પાત્રતા ધોરણ શું છે, કોચિંગ સહાય યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોચિંગ સહાય યોજનામાં કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, કોચિંગ સહાય યોજનામાં કેવી રીતે ઓફલાઈન ફોર્મ ભરવું, કોચિંગ સહાય યોજના હેઠળ કેટલી મળવા પાત્ર સહાય, કોચિંગ સહાય યોજનામાં કોણ અરજી ફોર્મ ભરી શકે, મિત્રો આ કોચિંગ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી અમે આ લેખમાં બતાવવાનું પ્રયત્ન કરીશું અને મિત્રો તમને અમારી માહિતી ઉપયોગી થતી હોય તો તમારા મિત્રોને,સગા-સંબંધીઓ શેર કરવા વિનંતી, આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ News Gujarati વેબસાઈટની દરરોજ મુલાકાત લેવા વિનંતી.
કોચિંગ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે નવી કોચિંગ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેઓને લાયક શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ મેળવી શકતા નથી કારણ કે તેઓ કોચિંગ ફી અને શૈક્ષણિક ફી ચૂકવવા માટે આર્થિક રીતે સક્ષમ નથી, તેથી ભારત સરકારે એવા તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે એક યોજના શરૂ કરી છે જેઓ તેમના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યા છે પરંતુ તેઓ ખૂબ મહત્વાકાંક્ષી છે ઘરોમાં પૈસાની અછતને કારણે પાછળ પડી ગયા છે.
કોચિંગ સહાય યોજના માટે પાત્રતા ધોરણ
આ યોજના હેઠળ યુવાનો માટે પાત્રતાના ધોરણ નક્કી કરવામાં આવ્યા છે અને જો તમે આ યોજનાના તમામ પાત્રતા ધોરણને પૂર્ણ કરો છો, તો જ તમે આ યોજનામાંથી લાભ મેળવી શકો છો. આ યોજનાના પાત્રતા ધોરણ નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે:
- વિદ્યાર્થીઓની પસંદગી કોચિંગ સંસ્થા દ્વારા તેમના શૈક્ષણિક પરિણામોના આધારે કરવામાં આવશે
- અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પરિણામ માપદંડ હળવા કરવામાં આવશે
- આ યોજના માટે ફક્ત અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે
- વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા 8,00,000 થી વધુ ન હોવી જોઈએ
- આ યોજના હેઠળ વિદ્યાર્થી માત્ર એક જ વાર નોંધણી કરાવી શકે છે
- પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે કોચિંગ આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓ પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા માટે બે વાર કોચિંગ લઈ શકે છે.
- જો ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે પસંદ થઈ જાય તો તે કોઈપણ સમયે કોચિંગ લઈ શકે છે.
- પસંદ કરેલ ઉમેદવારે તમામ વર્ગોમાં હાજરી આપવાની રહેશે.
- જો ઉમેદવાર 15 દિવસની રજા લેશે તો તેના પર કોચિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
કોચિંગ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો
આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો અરજી સાથે સબમિટ કરવા પડશે, તે પછી જ તમારી અરજી ફોર્મ પાસ થશે. નીચે મુજબ દર્શાવવામાં આવ્યા દસ્તાવેજ જરૂરી છે:
- વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ.
- ધોરણ-10 અને ધોરણ-12 પાસ કર્યાની માર્કશીટ.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
- રહેઠાણનો પુરાવો.
- આવકનો દાખલો.
- વિદ્યાર્થીની જાતીના દાખલાની નકલ
કોચિંગ સહાય યોજના અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?
કોચિંગ સહાય યોજના અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબ દર્શાવવામાં આવેલ લિંક પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વિકસતી જાતીના વિદ્યાર્થીને અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |