ચેમ્પિયન્સ ટ્રોફી 2024 શેડ્યૂલઃ ચેમ્પિયન્સ ટ્રોફી આવતાવર્ષે પાકિસ્તાનમાં રમાશે. જોકે ટીમ ઈન્ડિયા ત્યાં રમવા જશેકે નહીં તે હજુ નક્કી નથી. આ ઘટનાને લઈનેપાકિસ્તાનમાંથી જ એક મોટા સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાને આ વૈશ્વિક ઈવેન્ટનું શેડ્યૂલ બનાવી દીધું છે. જેવાયરલ થયુ છે. એક બ્રિટિશ અખબારે પણ આ વાતપ્રકાશિત કરી છે. ભારત અને પાકિસ્તાનને કયા ગ્રુપમાંરાખવામાં આવ્યા છે તે પણ જણાવવામાં આવ્યું છે.
બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફે’ ચેમ્પિયન્સ ટ્રોફી 2024 શિડ્યુલને લઈને એક લેખ પ્રકાશિત કર્યો છે. ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કરાચીમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે મેચ રમાવાની છે. ભારતીય ટીમની મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાવાની છે. ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 1 માર્ચે રમાશે. આ મેચ મહત્વપૂર્ણ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો 5 અને 6 માર્ચે રમાશે. ટાઈટલ જીતવાની લડાઈ 9 માર્ચે થવાની છે. સેમિફાઇનલ મેચ કરાચી અને રાવલપિંડીમાં રમાશે. જો ભારતીય ટીમ સેમિફાઈનલ મેચમાં પહોંચશે તો સ્થળ બદલી દેવામાં આવશે. ભારતની સેમિફાઇનલ લાહોરમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી લાંબા સમય બાદ રમાઈ રહી છે. વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં આ ઈવેન્ટ યોજાઈ હતી અને ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો :- ભારે વરસાદના પગલે ચારધામ યાત્રા પર લાગ્યો બ્રેક, ગઢવાલ કમિશનરે જાહેર કરી સૂચના