આગામી વર્ષે 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. આ ઈવેન્ટ પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
સ્પોર્ટ્સ ડેસ્ક
આગામી વર્ષે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનો યજમાન દેશ પાકિસ્તાન છે. ત્યારે ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા કે નહિ એ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.’ આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIના એક સૂત્રએ કહ્યું કે ‘ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે અને BCCI ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ બદલવા અંગે ICC સાથે વાત કરશે.’
BCCI ICC પાસે માંગ કરશે કે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજવામાં આવે. જોકે, પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણયને લઈને BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.BCCI ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC પાસેથી મોટી માંગ કરશે. આ માંગ ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળમાં ફેરફારની હશે. BCCI શ્રીલંકા અથવા દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે ICC સાથે વાત કરશે.
2008થી ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. આઈ.સી.સી. ઈવેન્ટમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. પાકિસ્તાને ગયા વર્ષે એશિયા કપની યજમાની કરી હતી, પરંતુ પાકિસ્તાન ન જવાના ભારતના આગ્રહ બાદ એશિયા કપ હાઇબ્રિડ મોડલ પર રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમે શ્રીલંકા એશિયા કપમાં પોતાની મેચ રમી હતી. ભારતીય ટીમે દાવો કર્યો હતો કે તેમની સરકારે તેમને પાકિસ્તાન જઈને એશિયા કપ રમવાની મંજૂરી આપી નથી.
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ MAHI છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.
આ પણ વાંચો :- આ શેરમાં છે રોકાણની ઉત્તમ તક, અત્યારે ખરીદશો તો થશે તગડી કમાણી